ફ્રી સિલાઈ મશીન યોજના: ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે કમજોર અને બિનઆવકવર્ગી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને જીવનને સ્વયં સહાય માટે ઉત્તેજીત કરવા માટે શરૂ કરાયેલી છે. આ યોજના અંતર્ગત, સરકાર દ્વારા લાયકાત ધરાવતા લાભાર્થી મહિલાઓને મફતમાં સિલાઈ મશીન વિતરીત કરવામાં આવે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના
યોજનાનું નામ | ફ્રી સિલાઈ મશીન યોજના |
મુખ્ય ઉદ્દેશ | મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવી |
કોના દ્વારા શરૂ કરવામાં આવેલ | નરેન્દ્ર મોદી દ્વારા |
વર્ષ | 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://pmvishwakarma.gov.in/ |
ફ્રી સિલાઈ મશીન યોજનાનો મૂખ્ય હેતુ
આર્થિક રીતે કમજોર મહિલાઓને રોજગાર મકાનમાં જ પ્રદાન કરવો.મહિલાઓને આત્મનિર્ભર અને સ્વયંસહાયના માર્ગે પ્રોત્સાહિત કરવું.મહિલાઓની કૌશલ્યતા અને કાર્યદક્ષતા વધારવી.
ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ
લાયકાત ધરાવતી મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે.ગરીબીરેખા હેઠળ આવતી મહિલાઓને આ યોજના માટે પ્રાથમિકતા આપવામાં આવે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના માટે પાત્રતા ધોરણ
- ફ્રી સિલાઈ યોજનાની જેમ, સરકાર દ્વારા સિલાઈ મશીન યોજના માટે પણ કેટલાક પાત્રતા ધોરણ હોય છે, જે નીચે મુજબ છે.
- અરજી કરનાર મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ.
- મહિલાની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પતિની વાર્ષિક આવક ₹1.44 લાખ (દર મહિને ₹12,000) કરતાં ઓછી હોવી જોઈએ.
- આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
- વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજો
- ઓળખ કાર્ડ (આધાર કાર્ડ, મતદાર આઈડી, વગેરે)
- આવક પ્રમાણપત્ર
- ઉંમર પ્રમાણપત્ર (જન્મ પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્ર)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
- બેંક ખાતાની વિગતો
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- વિધવા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
ફ્રી સિલાઈ મશીન યોજના અરજી કેવી રીતે કરવી ?
- આ યોજનાનો લાભ મેળવવા માટે, રસ ધરાવતી મહિલાઓએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અધિકૃત વેબસાઇટ pmvishwakarma.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- તમારી નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઓનલાઈન અરજી કરી શકાય છે.
- અરજી ફોર્મમાંની તમામ માહિતી યોગ્ય રીતે અને કાળજીપૂર્વક ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
- અરજી ભર્યા પછી, તમારે થોડો સમય રાહ જોવી પડશે, તમારી અરજીની ચકાસણી થતાં જ તમે વિશ્વકર્મા તરીકે નોંધણી કરાવી શકશો અને તે પછી તમે યોજના હેઠળ ઉપલબ્ધ નાણાકીય સહાય અને તાલીમ માટે અરજી કરી શકશો.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |